સમાન લંબાઈના ચાર તારને ચાર લૂપ $P, Q, R$ અને $S$ ના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તેમને એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે અને તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. મહત્તમ ટોર્ક કોના પર લાગશે?

  • A
    $P$
  • B
    $Q$
  • C
    $R$
  • D
    $S$

Explore More

Similar Questions

$10 \; cm$ બાજુવાળી એક ચોરસ કોઈલ $20$ આંટા ધરાવે છે અને તેમાં $12 \; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલને શિરોલંબ લટકાવવામાં આવી છે અને કોઈલના સમતલનો લંબ $0.80 \; T$ ના સમાન આડા ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. કોઈલ દ્વારા અનુભવાતા ટોર્કનું મૂલ્ય ($N \; m$ માં) કેટલું છે?

$10 \ m$ લંબાઈનો તાર જેમાંથી $1 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે,તેને વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે. જો આ લૂપ પર $2 \pi \times 10^{-4} \ T$ નું ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે,તો તેના પર લાગતું મહત્તમ ટોર્ક કેટલું હશે?

એક લંબચોરસ વાહક લૂપ $l$ લંબાઈની બે વિરુદ્ધ બાજુઓ પરના બે તારની બનેલી છે,જે $d$ લંબાઈના સળિયા દ્વારા જોડાયેલ છે. બંને તાર સમાન દ્રવ્યના છે પરંતુ તેમના આડછેદમાં $2$ નો તફાવત છે. જાડા તારનો અવરોધ $R$ છે અને સળિયાઓનો અવરોધ નહિવત છે,જેમને અચળ વોલ્ટેજ સ્ત્રોત $V_{0}$ સાથે જોડવામાં આવ્યા છે. આ લૂપને તેના સમતલ સાથે $45^{\circ}$ ના ખૂણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં મૂકવામાં આવે છે. સળિયાઓના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચુંબકીય ક્ષેત્ર દ્વારા લૂપ પર લાગતું ટોર્ક શોધો.

Difficult
View Solution

'$n$' આંટા અને '$A$' ક્ષેત્રફળ ધરાવતી,'$I$' વિદ્યુતપ્રવાહ વહેતી કોઈલ,'$B$' ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું હશે?

$N = 200$ આંટા ધરાવતી એક નાની કોઈલ $C$ ને બેલેન્સ બીમના એક છેડે લગાવવામાં આવી છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે મૂકવામાં આવી છે. કોઈલનું આડછેદનું ક્ષેત્રફળ $A = 1.0 \, cm^2$ છે અને બેલેન્સ બીમના હાથ $OA$ ની લંબાઈ $l = 30 \, cm$ છે. જ્યારે કોઈલમાં કોઈ પ્રવાહ વહેતો નથી,ત્યારે બેલેન્સ સંતુલનમાં છે. કોઈલમાંથી $I = 22 \, mA$ પ્રવાહ પસાર કરતા,બેલેન્સ પેન પર $\Delta m = 60 \, mg$ દળનું વધારાનું વજન મૂકીને સંતુલન પુનઃસ્થાપિત કરવામાં આવે છે. કોઈલ જ્યાં સ્થિત છે ત્યાં ચુંબકીય પ્રેરણ $B$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo